ગૌતમ મિસ્ત્રી, પ્રાંતિજ, ૯૩૭૪૬૦૭૦૪૦
સમગ્ર ગુજરાતમાં આસ્થા અને શ્રધ્ધાના ડંકા વગાડતા પ્રાંતિજ ના ખેતર વાળા મેલડી માતાજી ધામે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી, અગણિત ભક્તો એ શુભ દિને ઉપસ્થિત રહી માતા મેલડી ના દર્શન, પૂજન બાદ મંદિર ના શ્રેષ્ઠી અને જય માડી ગુરુદેવ પંકજભાઈ રાવલનું વિધિવત પૂજન કરી આર્શીવાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ ધામે દરવર્ષે ગુરૂપૂર્ણિમા મહોત્સવ અતી દબદબાભેર ઉજવવામાં આવે છે અને પ્રાચીન અને રૂષિમુનિઓ ની પરંપરા મુજબ વિધિવત રીતે ગુરૂ મહોત્સવ, પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપૂજા તથા મહાપ્રસાદ ના કાર્યક્રમોનું સુંદર આયોજન મેલડી ધામના ભાવીક ભક્તો દ્વારા કરવામાં આવે છે. વિવિધ જ્ઞાન પિરસણ સહિતના કાર્યક્રમો નું આયોજન જય માડી પંકજભાઈ રાવલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. આ વર્ષે સેંકડો ભક્તોએ ઉપસ્થિત રહી ગુરૂપૂર્ણિમા પરંપરાગત રીતે ઉજવી ધન્યતા અનુભવી હતી. મહા આરતી બાદ જય મા મેલડી ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.