જિલ્લા પત્રકાર એકતાસંગઠન દ્વારા પ્રમુખશ્રી સંજયભાઈ દીક્ષિતના અધ્યક્ષ સ્થાને પ્રાંતિજ તાલુકા પત્રકાર એકતા સંગઠનની, નવીન કારોબારીની રચના આજરોજ તારીખ-૨૭/૭/૨૦૨૪ શનિવાર સાંજે પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ વિનાયક હોટેલ ખાતે મીટીંગ રાખવામાં આવી હતી.
જેમા પ્રાંતિજ તાલુકા પત્રકાર એકતા સંગઠનના તમામ પત્રકાર મિત્રો હાજર રહી સવૉનુમતે પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહમંત્રીની વર્ણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ગૌતમભાઈ ડી મિસ્ત્રી, ઉપપ્રમુખ તરીકે મિતેશભાઇ ડી શાહ,
અલ્પેશભાઈ કે નાયક, મહામંત્રી તરીકે મનુભાઈ એસ નાયી, રાકેશભાઈ પરમાર મંત્રી તરીકે, સંજયભાઈ બી પટેલ સહમંત્રી તરીકે, રણજીતસિંહ બી મકવાણા, ખજાનચી તરીકે સુનિલભાઈ કડિયા, આઇટી સેલ તરીકે અશોકસિંહ બી રાઠોડની સવૉનુમતે વર્ણી કરવામાં આવી હતી. જેમાં હાજર સૌ મિત્રોએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.
ત્યારબાદ નવનિયુક્ત હોદ્દેદારોને સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ સંજયભાઈ દિક્ષિત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્ય આમંત્રિત મહેમાન તરીકે પ્રદિપસિંહ રાઠોડ (છોટુભા) તથા રમેશભાઈ નાયકે હાજર રહી નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
પૂર્વ પ્રમુખ સુનિલભાઈ કડિયા ની સેવાઓને બિરદાવામાં આવી હતી.