પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત શેઠ પી એન્ડ આર હાઇસ્કુલના પ્રવેશ દ્વાર પર કાદવ કીચડ નું સામ્રાજ્ય….
પ્રાંતિજ પાલિકા તંત્રના આંખ આડા કાનના કારણે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હાલાકી ભોગવતા નજરે આવ્યા
જાન્યુઆરી 2024 અને ત્રણ વર્ષ અગાઉ 26 6 2021 માં રેમ્પ બનાવી પ્રવેશદ્વાર ઊંચો કરી આપવા લેખિત રજૂઆત થઈ હતી
રજૂઆત પરત્વે પ્રાંતિજ મામલતદારે તાત્કાલિક પત્ર વ્યવહાર દ્વારા પ્રાંતિજ ચીફ ઓફિસરને જાણ કરી નિયમો અનુસાર ઘટતી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી
પાલિકા પ્રમુખને પણ ત્રણ વર્ષ અગાઉ લેખિત જાણ કરતા પ્રમુખે રેમ્પ બનાવી આપવાનું જણાવ્યું હતું
વર્ષોના વાયા વીત્યા છતાં આજદિન સુધી હાઈસ્કૂલ નો પ્રવેશ દ્વાર જૈસે થે ની સ્થિતિમાં
પાલિકા વિસ્તારમાં અનેક મોટા મોટા વિકાસના કામ થઈ રહ્યા છે તો આ કામગીરી કેમ ખોરંભે ચઢી ?
હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને ચોમાસામાં પડતી હાલાકી નું સત્વરે નીવારણ આવે તેવી માંગ.